સપ્ટેમ્બર 19, 2026 2:47 પી એમ(PM)

printer

સુરત ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધામાં મહેસાણા ખેલાડીઓએ 8 ચંદ્રક જીત્યા

સુરત ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધામાં મહેસાણા ખેલાડીઓએ 8 ચંદ્રક જીત્યા છે. અંડર 19 ભાઈઓની સિંગલ સ્પર્ધામાં રોહન સોલંકી એ કાંસ્ય ચંદ્રક મેળવ્યો. તો મિક્સ ડબલમાં રજત ચંદ્રક જીત્યો હતો. અંડર 17 બહેનોની સિંગલ્સ સ્પર્ધામાં દિયા પનીકરે કાંસ્ય, ડબલ્સમાં સુવર્ણ અને મિક્સ ડબલ્સમાં કાંસ્ય ચંદ્રક જીતીને ત્રણ સિદ્ધિ મેળવી હતી. અંડર 19માં બહેનોની સિંગલ્સમાં નિત્યા કોટાઈએ કાંસ્ય તેમજ મિક્સ ડબલ્સમાં રજત ચંદ્રક મેળવ્યો હતો.