સપ્ટેમ્બર 24, 2026 10:10 એ એમ (AM)

printer

સુરતમાં શાંતિપૂર્વક અને સલામત રીતે ગણેશ વિસર્જન થાય તે માટે પોલીસ તંત્ર સજ્જ

સુરત શહેરમાં આવતીકાલના રોજ 90 હજાર જેટલી મૂર્તિઓનું 21 કુત્રિમ તળાવ અને 3 કુદરતી ઓવારા ખાતે વિસર્જન કરાશે. આ માટે પોલીસે સલામતીની ચુસ્ત વ્યવસ્થાનું આયોજન કરી લીધુ છે.

ગણેશ વિસર્જન સમયે તકેદારીના ભાગરૂપે 500થી વધુ પોલીસ અધિકારીઓ, 5800થી વધુ પોલીસ કર્મીઓ, 4000 જેટલા હોમગાર્ડ જવાનો તૈનાત કરાશે. SRPની 11 કંપનીઓ, 1469 TRB કર્મીઓ પણ હાજર રહેશે.

વિશેષ કરીને RAFની 2, CISFની 1 અને BSFની 1 ટુકડી પણ ખડે પગે તૈનાત રહશે તેમ સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનરે જણાવ્યુ હતું.