સપ્ટેમ્બર 25, 2026 9:09 એ એમ (AM)

printer

મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ગ્રામીણ ખેડૂતો અને સામાન્ય માનવીની સમસ્યાના ત્વરિત નિવારણનું માધ્યમ બન્યો

મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ગ્રામીણ ખેડૂતો અને સામાન્ય માનવીની સમસ્યાના ત્વરિત નિવારણનું માધ્યમ બન્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જન સેવાના સમર્પણના 25 વર્ષ પુર્ણ થવા અવસરે યોજઈ રહેલા રાજ્યવ્યાપી સેવા સંકલ્પ અભિયાન દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સપ્ટેમ્બર-2026ના રાજ્ય સ્વાગતમાં મળેલી નાગરિકોની રજૂઆતોના ત્વરિત નિવારણથી વધુ ગતિ આપી છે.

દર મહિનાના ચોથા ગુરૂવારે યોજાતા રાજ્ય સ્વાગતની સપ્ટેમ્બર મહિનાની કડીમાં 200 કરતાં પણ વધુ અરજદારો મુખ્યમંત્રીના કાર્યાલયમાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર રાજ્યમાં જિલ્લા સ્વાગતમાં કુલ બે હજાર 277 અને તાલુકા સ્વાગતમાં કુલ બે હજાર 780 એમ કુલ પાંચ હજાર 57 કરતા વધુ અરજદારોની અરજીઓ પરત્વે યોગ્ય જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ભાવનગર જિલ્લાના થળસર ગામે ભૂગર્ભ ગટર લાઈનના પ્રશ્નને મુખ્યમંત્રીએ હકારાત્મક અભિગમ દાખવી હાલ વૈકલ્પિક વ્યવસ્થા કરવા તેમજ સ્થળ ચકાસણી કરી ફિઝિબિલીટીના આધારે ગટરલાઇન નાખવા સ્થાનિક વહીવટી તંત્રને જણાવ્યું હતું.

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ઔદ્યોગિક એકમો દ્વારા પ્રદૂષિત પાણીના નિકાલ અંગે ગંભીર નોંધ લઇ મુખ્યમંત્રીએ વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવને આવા ઔદ્યોગિક એકમો વિરુદ્ધ કડક પગલા લેવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.

જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં લાબરકુવા-મેણેજ ગામના રસ્તાનું કામ સ્થાનિક કક્ષાએ વિરોધના કારણે લાંબા સમયથી પડતર હોવાની થયેલી રજૂઆત અંગે તેમણે જિલ્લા કલેક્ટરને દિવાળી પહેલા રસ્તાની કામગીરી પુરી થાય તે જોવા તાકિદ કરી હતી.