મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરત ખાતે 410 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી આજે પાલ ખાતે આયોજિત સમારોહમાં સુરત મહાનગરપાલિકાના કુલ 41 વિકાસ કાર્યો પૈકી 192 કરોડ સાત લાખના 35 કાર્યોનું લોકાર્પણ તથા 34 કરોડ નવ લાખના 10 કાર્યોનું ખાતમુહૂર્ત કરશે.
ઉપરાંત મુખ્યમંત્રી સુરત શહેરી વિકાસ સત્તા મંડળ (સુડા)ના 144 કરોડ 22 લાખના કામોનું ખાતમુહૂર્ત કરશે. જિલ્લા વહીવટી તંત્રના 19 કરોડ 58 લાખના બે કામોનું લોકાર્પણ અને 20 કરોડ 41 લાખના બે કામોનું ખાતમુહૂર્ત કરાશે.