સપ્ટેમ્બર 1, 2026 7:53 પી એમ(PM)

printer

દેશભરમાં નીટ પરીક્ષા ગેરરીતિ મામલે વિદ્યાર્થીઓના પ્રદર્શન સાથે જોડાયેલી F.I.R. બંધ કરવા સર્વોચ્ચ અદાલતનો આદેશ.

સર્વોચ્ચ અદાલતે 20થી 25 જુલાઈ દરમિયાન દેશભરમાં નીટ પરીક્ષા ગેરરીતિ મામલે વિદ્યાર્થીઓના પ્રદર્શન સાથે જોડાયેલી પ્રથમ માહિતી અહેવાલ F.I.R. બંધ કરવાનો આદેશ આપ્યો. અદાલતે આ મામલાઓમાં આગળ તપાસ ન કરવા પણ આદેશ આપ્યો છે. અદાલતે કેન્દ્ર સરકાર, દિલ્હી પોલીસ, બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામમાં દાખલ કરાયેલી અરજીઓમાં ઉલ્લેખિત વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો સંબંધિત F.I.R. પણ રદ કરી દીધી છે.

અદાલતે જણાવ્યું, સદભાવના સાથે આ પ્રદર્શનમાં જોડાયેલા વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી આ આદેશ અપાયો છે. અદાલતે રાજ્યો અને કેન્દ્રસાસિત પ્રદેશોને 20થી 25 જુલાઈ વચ્ચે પ્રદર્શનની ઘટનાઓ સંબંધિત કોઈ નવી F.I.R. ન નોંધવા જણાવ્યું છે. જ્યારે જંતર-મંતર પર પ્રદર્શનમાં હાજર ગંભીર ગુનાહિત કેસ ધરાવતા બે હજાર 873 લોકો સામે તપાસ ચાલુ રાખવાની અદાલતે મંજૂરી આપી છે.