ઓક્ટોબર 15, 2026 6:25 પી એમ(PM)

printer

ગાંધીનગરમાં આયોજિત રાષ્ટ્રીય કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં STC કોલ્લમે સુવર્ણ ચંદ્રક જીત્યો

ગાંધીનગરમાં આયોજિત 17-મી અખિલ ભારતીય આંતર-SAI કબડ્ડી સ્પર્ધામાં મહિલા વર્ગનાં પૂલ બી-માં રમતગમત તાલીમ કેન્દ્ર – STC કોલ્લમે સુવર્ણ ચંદ્રક જીત્યો. જ્યારે STC કોકરાઝારે રજત ચંદ્રક સાથે બીજો અને STC મયિલાદુ-થુરાઈએ કાંસ્ય ચંદ્રક સાથે ત્રીજું સ્થાન મેળવ્યું. સ્પર્ધા દરમિયાન તમામ ટીમે અસરકારક રૅડિંગ, મજબૂત સંરક્ષણ, વ્યૂહાત્મક સમજ અને ઉત્કૃષ્ટ રમતભાવનાનું પ્રદર્શન કર્યું.

આ સ્પર્ધા યુવા ખેલાડીઓને રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા દર્શાવવા, મહત્વપૂર્ણ મેચનો અનુભવ મેળવવા અને ઉચ્ચસ્તરની સ્પર્ધાઓ માટે તૈયારી મજબૂત બનાવવાની તક પૂરી પાડે છે. ભારતીય રમતગમત પ્રાધિકરણ દ્વારા તમામ ચંદ્રક વિજેતા ખેલાડીઓ, પ્રશિક્ષક અને સહાયક કર્મચારીઓને તેમની સિદ્ધિઓ અને યોગદાન બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા.