ઓક્ટોબર 21, 2026 9:41 એ એમ (AM)

printer

એશિયન પેરા ગેમ્સમાં, ભારતના આયુષ વર્માએ જાપાનના આઈચી નાગોયામાં પુરુષોની શોટ પુટ F53 ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો

એશિયન પેરા ગેમ્સમાં, ભારતના આયુષ વર્માએ આજે જાપાનના આઈચી નાગોયામાં પુરુષોની શોટ પુટ F53 ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો, પોતાના પાંચમા પ્રયાસમાં તેમણે 8.16 મીટરનો થ્રો કર્યો. ઈરાનના અલીરેઝા હેમામી 8.09 મીટર સાથે બીજા સ્થાને રહ્યા

આજે કમ્પાઉન્ડ વિમેન્સ ડબલ્સ તીરંદાજી ટિમ સુવર્ણ ચંદ્રક માટે રમશે, જેમાં ભારતની શીતલ દેવી અને પાયલ નાગ ચીનની ઝાઓ જિંગ અને ઝુ ઝુઇકિંગનો સામનો કરશે.

પુરુષ ડબલ્સ કમ્પાઉન્ડ તીરંદાજી ફાઇનલમાં, ભારતના શ્યામ સુંદર સ્વામી અને તોમન કુમાર પણ ચીની જોડી સામે ટકરાશે. આજે ભારતીય ખેલાડીઓ પાસેથી વધુ ચંદર્કોની આશા સેવાઇ રહી છે.