ઓક્ટોબર 21, 2026 1:55 પી એમ(PM)

printer

એશિયન પેરાગેમ્સમાં શોટ પુટમાં સચિન ખિલારીએ સુવર્ણ, મોહમ્મદ યાસિરે રજત અને પરવીને કાંસ્યચંદ્રક જીત્યો

જાપાનના આઈચી-નાગોયામાં આજે એશિયન પેરા ગેમ્સમાં ભારતની શરૂઆત સારી રહી. સચિન સરજેરાવ ખિલારીએ શોટ પુટ F-46 સ્પર્ધામાં સુવર્ણ, મોહમ્મદ યાસિરે રજત અને પરવીને કાંસ્ય ચંદ્રક જીત્યો.

ભારતના પ્રવીણ કુમારે હાઇ જમ્પમાં સુવર્ણ જ્યારે બંટીએ રજત ચંદ્રક જીત્યો.

આયુષ વર્માએ પુરુષોની શોટ પુટ F-53 સ્પર્ધામાં પણ સુવર્ણ ચંદ્રક જીત્યો, જે આ સ્પર્ધામાં તેનો બીજો ચંદ્રક હતો.

શીતલ દેવી અને પાયલ નાગે મહિલા ડબલ્સ તીરંદાજીમાં રજત ચંદ્રક જીત્યો. શીતલે અગાઉની આવૃત્તિમાં સરિતા દેવી સાથે આ જ ઇવેન્ટમાં રજત ચંદ્રક જીત્યો હતો.

અનુભવ ચૌધરીએ પુરુષોની 100 મીટર T-35 સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો, જ્યારે રાકેશભાઈ ભટ્ટે 100 મીટર T-37 સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો.