સપ્ટેમ્બર 3, 2026 9:39 એ એમ (AM)

printer

કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે બેંકો અને રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશનના પ્રતિનિધિઓ સાથે મુંબઈમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજશે

કેન્દ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે મુંબઈમાં બેંકો અને રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશનના પ્રતિનિધિઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં સ્વસહાય જૂથોને આપવામાં આવતા ધિરાણની સરેરાશ રકમ વધારવા માટે મુખ્યત્વે ચર્ચા કરવામાં આવશે.

ગ્રામીણ વિકાસ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, બેઠકમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, નાણાકીય સેવા વિભાગ, જાહેર ક્ષેત્રની બેંકો, ખાનગી બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો, સહકારી બેંકો, NABARD, કેન્દ્રીય મંત્રાલયો અને રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન સહિતના વિવિધ મહત્વના સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ હાજર રહેશે.