શારદીય નવરાત્રિના સાતમા દિવસે આજે આદિશક્તિનાં સાતમા સ્વરૂપ માઁ કાલરાત્રિની પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. માઁ કાલરાત્રિનું સ્વરૂપ અત્યંત દિવ્ય છે. ચાર ભુજાઓ ધરાવતાં માઁ કાલરાત્રિનાં ડાબા હાથમાં તલવાર અને વરદમુદ્રા છે અને તેમનો જમણો હાથ હંમેશાં અભય મુદ્રા અને વરદ મુદ્રામાં હોય છે. દેવીનું આ સ્વરૂપ અત્યંત રૌદ્ર અને ભયાનક છે, પરંતુ તેઓ હંમેશાં પોતાનાં ભક્તોને શુભ ફળ આપે છે. તેના કારણે તેમને શુભંકરી તરીકે પણ ઓળખવામાં આવે છે.
Site Admin | ઓક્ટોબર 17, 2026 3:40 પી એમ(PM)
શારદીય નવરાત્રિના સાતમા દિવસે આજે આદિશક્તિનાં સાતમા સ્વરૂપ માઁ કાલરાત્રિની પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે