ઓક્ટોબર 17, 2026 9:08 એ એમ (AM)

printer

અમદાવાદમાં શિક્ષણ મંત્રીના હસ્તે શિષ્યવૃત્તિ યોજનાઓના લાભાર્થી વિદ્યાર્થીઓને સહાયનું વિતરણ કરાયુ

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત અમદાવાદમાં શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાનો શિષ્યવૃત્તિ વિતરણ સમારોહ યોજાયો.

આ કાર્યક્રમમાં નમો લક્ષ્મી, નમો સરસ્વતી, જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના સહિતની યોજનાઓના લાભાર્થી વિદ્યાર્થીઓને સહાયનું વિતરણ કરાયું હતું. શાળા અને જિલ્લા કક્ષાએ યોજાયેલી વિવિધ સ્પર્ધાઓના વિજેતા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું.

આ પ્રસંગે સંબોધન કરતાં શ્રી વાજાએ શિક્ષણને માત્ર અક્ષરજ્ઞાન જ નહીં, પરંતુ જીવન ઘડતરનો માર્ગ ગણાવ્યો હતો.