ઓક્ટોબર 8, 2026 9:35 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જાહેર જીવનની સેવાના 25 વર્ષની ઉજવણી પ્રસંગે રાજ્યભરમાં સેવાજ્યોત યાત્રા યોજાઇ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાહેરસેવામાં 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગઇકાલે રાજ્યભરમાં વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા યોજાઇ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી આ યાત્રામાં સહભાગી થયા હતા. ડાંગના આહવા ખાતે પ્રભારી મંત્રી ડો.જયરામભાઇ ગામીતની ઉપસ્થિતિમાં ‘સેવા જ્યોતિ યાત્રા‘ માં વિકસિત ભારત@2047′ના નિર્માણ માટે સૌએ સામૂહિક સંકલ્પ લીધો હતો.

છોટાઉદેપુર ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ અને  ‘સેવા જ્યોતિ યાત્રા’ ની ભવ્ય ઉજવણી કરાઈ. કાર્યક્રમ સ્થળે પહોંચેલી બાઈક રેલીનું રાજ્ય કક્ષાના મંત્રી ડૉ. મનીષા વકીલ સહિતના મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું. જામનગરમાં વિવિધ શાળાના બાળકોએ “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત અનાજ – કઠોળ માંથી બનાવેલ રંગોળી પ્રદર્શન નિહાળ્યુ હતું.