અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઈમથક પરથી 13 કરોડ રૂપિયાથી વધુના માદક પદાર્થ સાથે બે મુસાફર ઝડપાયા છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે, સીમાશુલ્ક વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ બેંગકોકથી આવેલી ફ્લાઇટમાં બે મુસાફરોને અટકાવ્યા હતા.
તપાસ દરમિયાન બંને મુસાફરોની બેગમાંથી કુલ 14 ‘વેક્યુમ સીલ‘ કરેલા પેકેટ મળી આવ્યા હતા. જેમાં 13 કિલોગ્રામ માદક પદાર્થ મળી આવ્યો હતો.
આ મામલે NDPS એક્ટ, 1985 હેઠળ બંને મુસાફરોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.