નવેમ્બર 2, 2026 8:53 એ એમ (AM)

printer

સીબીઆઈ દ્વારા 6 હજાર કરોડ રૂપિયાના મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી રેકેટના મુખ્ય સૂત્રધાર સૌરભ ચંદ્રકરનું ઓમાનથી ભારતમાં સફળતાપૂર્વક પ્રત્યાર્પણ

સીબીઆઈએ 6 હજાર કરોડ રૂપિયાના મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી રેકેટના મુખ્ય સૂત્રધાર અને માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રકરનું ઓમાનથી ભારતમાં સફળતાપૂર્વક પ્રત્યાર્પણ કર્યું છે.

ઇન્ટરપોલ રેડ કોર્નર નોટિસ બાદ, ચંદ્રાકરને શોધી કાઢવામાં આવ્યો હતો અને રોયલ ઓમાન પોલીસે તેની અટકાયત કરી હતી. સીબીઆઈની એક ટીમ તેને પરત લાવવા માટે ઓમાનના મસ્કત ગઈ હતી. તેને આજે છત્તીસગઢના રાયપુરમાં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

છત્તીસગઢ સરકારની વિનંતી પર શરૂ કરાયેલી અલગ અલગ તપાસ હેઠળ ચંદ્રકર ગંભીર ગુનાહિત આરોપોનો સામનો કરી રહ્યો છે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને છત્તીસગઢ જુગાર (પ્રતિબંધ) અધિનિયમ હેઠળ ગુનાહિત કાવતરું, છેતરપિંડી, બનાવટ અને જાહેર સેવકને લાંચ આપવા સંબંધિત બે ચાર્જશીટમાં મુખ્ય આરોપી તરીકે તેનું નામ રાખવામાં આવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટા પાયે મની લોન્ડરિંગ સંબંધિત આરોપો દાખલ કર્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.