પંચમહાલ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન અકસ્માતની ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં ત્રણ વ્યક્તિઓનાં મોત થયાં છે. ગોધરાના ભાગોળ બ્રિજ નજીક ટ્રેનની અડફેટે આવતાં શહેરાના મીઠાલી ગામના 39 વર્ષીય યુવાનનું મોત થયું છે, જ્યારે ગોધરા નજીક છબનપુરમાં ટેમ્પોના ટાયરમાં હવા ભરતી વખતે ટાયર ફાટતાં ગેરેજ સંચાલક 32 વર્ષીય યુવાનનું મોત થયું છે.
બીજી તરફ, ગોબાની મુવાડીના વીઝાપુરમાં કૂવામાં પડી જતાં એક આધેડે જીવ ગુમાવ્યો છે. ત્રણેય બનાવોમાં પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.