પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ચાર દિવસીય ભારત નવીનીકરણીય ઉર્જા સમિટ અને એક્સ્પો 2026નું ઉદ્ઘાટન કરશે.
130 થી વધુ દેશોના પ્રતિનિધિઓ આ પરિષદમાં હાજરી આપે તેવી અપેક્ષા છે, જેમાં 40 થી વધુ મંત્રીઓનો સમાવેશ થાય છે. નીતિ નિર્માતાઓ, રોકાણકારો, નાણાકીય સંસ્થાઓ અને ઉદ્યોગ પ્રતિનિધિઓ સ્વચ્છ ઉર્જા રોકાણ, તકનીકી નવીનતા અને આંતરરાષ્ટ્રીય ભાગીદારીને પ્રોત્સાહન આપવા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરશે.
આ સમિટમાં, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, યુરોપિયન યુનિયન, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, નોર્વે, સ્વીડન અને યુનાઇટેડ કિંગડમ દેશ ભાગીદાર દેશ તરીકે ભાગ લેશે. 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તેમની નવીનીકરણીય ઉર્જા ક્ષમતા, રોકાણની તકો અને ઉત્પાદન ક્ષમતાઓનું પ્રદર્શન કરશે.
આ સમિટ આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ સભાના નવમા સત્ર અને ગ્રીન હાઇડ્રોજન પર ચોથા આંતરરાષ્ટ્રીય પરિષદની સાથે યોજાશે. આ કાર્યક્રમમાં પૂર્ણ સત્રો, મંત્રી સ્તરીય ચર્ચાઓ દેશ અને રાજ્ય સ્તરીય સત્રો યોજાશે. સાથેના પ્રદર્શનમાં 400 થી વધુ પ્રદર્શકો સૌર અને પવન ઉર્જા, ગ્રીન હાઇડ્રોજન, ઉર્જા સંગ્રહ અને અન્ય ઉભરતા ક્ષેત્રોમાં અદ્યતન તકનીકો, સ્થાનિક ઉત્પાદન ક્ષમતાઓ અને સ્વચ્છ ઉર્જા ઉકેલો દર્શાવશે.
Site Admin | નવેમ્બર 2, 2026 9:07 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારત મંડપમ ખાતે ભારત નવીનીકરણીય ઉર્જા શિખર સમેલનનું ઉદ્ઘાટન કરશે