સપ્ટેમ્બર 20, 2026 10:47 એ એમ (AM)

printer

પાંચમાં સેમિકન્ડક્ટર સંમેલન સેમિકોન ઈન્ડિયાનું સફળતાપૂર્વક સમાપન – સંમેલનમાં 56 સમજૂતી કરાર થયા

પાંચમું સેમિકન્ડક્ટર સંમેલન સેમિકોન ઈન્ડિયા સફળતાપૂર્વક પૂર્ણ થયુ. નવી દિલ્હીમાં યોજાયેલ આ સંમેલનનો વિષય હતો “સિલિકોન ટુ સિસ્ટમ્સ: બિલ્ડીંગ ધ ઇકોસિસ્ટમ”. ત્રણ દિવસીય કોન્ફરન્સમાં 600 થી વધુ પ્રદર્શકો ભાગ લીધો હતો, જેમાં લગભગ 300 આંતરરાષ્ટ્રીય સહભાગીઓ, 52 દેશોના પ્રતિનિધિઓ અને 150 થી વધુ વક્તાઓનો સમાવેશ થતો હતો.

જાપાન, દક્ષિણ કોરિયા, મલેશિયા, નેધરલેન્ડ, સિંગાપોર અને સ્વીડનના પેવેલિયન, 12 રાજ્ય પેવેલિયન સાથે, સેમિકન્ડક્ટર મૂલ્ય શૃંખલાના પાસાઓ પ્રદર્શિત કર્યા. આ કાર્યક્રમમાં આશરે 40 હજાર લોકોએ હાજરી આપી હતી.

આ સંમેલનનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે સેમિકન્ડક્ટર નીતિ ઘડતરથી લઈને વાણિજ્યિક ઉત્પાદન સુધીની ભારતની પ્રગતિની ચર્ચા કરી હતી. શ્રી મોદીએ યુવા ચિપ ડિઝાઇનર્સ અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી અને મોહાલીમાં CDIL સેમિકન્ડક્ટર અને સુરતમાં સુચી સેમિકોનનું ઓનલાઈન ઉદ્ઘાટન કર્યું હતું.

આ કોન્ફરન્સ દરમિયાન છપ્પન સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સેમિકન્ડક્ટર ડિઝાઇન અને ઉત્પાદન, અદ્યતન પેકેજિંગ, સાધનો અને સામગ્રી, પાવર ઇલેક્ટ્રોનિક્સ અને મિકેનિકલ ઇન્ટેલિજન્સ સંબંધિત જાહેરાતો પણ કરવામાં આવી હતી.