સપ્ટેમ્બર 20, 2026 9:17 એ એમ (AM)

printer

ગોધરામાં આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરાશે

પંચમહાલના ગોધરામાં આજે ગણેશ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાશે. બપોરે 12 વાગીને 39 મિનિટે શુભ મુહૂર્તમાં વિશ્વકર્મા ચોકથી વિસર્જન યાત્રાનો પ્રારંભ થશે. આશરે ત્રણ કિલોમીટર લાંબા રૂટ પર 4 હજારથી વધુ પોલીસકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં 3 ડીએસપી, 12 ડીવાયએસપી, એક બીએસએફ કંપની, બે આરએએફ કંપની, 2 એસઆરપીએફ જવાનો સહિતનો પોલીસ કાફલો તૈનાત રહેશે. આશરે 80 ડ્રોન કેમેરા અને લાઇવ સ્ટ્રીમિંગ દ્વારા પણ નજર રાખવામાં આવશે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ બંદોબસ્ત રહેશે. ક્રેઇન દ્વારા ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરાશે.