સપ્ટેમ્બર 20, 2026 9:27 એ એમ (AM)

printer

ભાવનગરની સર ટી હોસ્પિટલની કાર્યક્ષમતામાં વધારો કરવા માટે કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમૂબેને બાંભણિયાની ઉપસ્થિતીમાં સમીક્ષા બેઠક

ભાવનગરની સર ટી. હોસ્પિટલની, કાર્યક્ષમતા વધારવા અને દર્દીઓને અદ્યતન તબીબી સેવાઓ પૂરી પાડવાના હેતુથી, અમદાવાદ ખાતે કેન્દ્રીય મંત્રી નિમૂબેન બાંભણીયાની અધ્યક્ષતામાં એક સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં હોસ્પિટલમાં ખાલી જગ્યાઓ સત્વરે ભરવા, જરૂરી તબીબી સાધનો ઝડપથી ઉપલબ્ધ કરાવવા, ખરીદ પ્રક્રિયાના સરલીકરણ અને હોસ્પિટલમાં અદ્યતન IT સપોર્ટ તથા ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ મજબૂત કરવા વિસ્તૃત ચર્ચા વિચારણા થઈ હતી. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ જરૂરિયાતમંદ દર્દીઓને સરળતાથી કેશલેસ સારવાર મળી રહે તે માટે હેલ્પડેસ્ક અને ક્લેમ પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત કરવા સૂચના અપાઈ હતી. ડાયાબિટીસ, કેન્સર અને હૃદયરોગના પ્રારંભિક નિદાન અને મફત દવા વિતરણની સેવાઓ વધુ સઘન બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

કેન્દ્રીય મંત્રી નિમુબેને આ  અંગે ઝડપી પગલાં લેવા માર્ગદર્શન આપ્યું હતું, અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ મહત્તમ લોકો સુધી પોંહચાડવા દિશા નિર્દેશ આપ્યા હતા.