ક્રિકેટમાં ભારતીય મહિલા ટીમ એશિયન ગેમ્સની સેમિફાઇનલમાં પહોંચી છે. ભારત આજે કોરોગી એથ્લેટિક પાર્ક ખાતે સેમિફાઇનલમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે સાડા દસ વાગ્યે શરૂ થશે.
અગાઉ, શુક્રવારે રમાયેલી ક્વાર્ટર ફાઇનલ મેચમાં ભારતે જાપાન સામે આઠ વિકેટે જીત મેળવી હતી.