ભારતીય ટેકબોલ ખેલાડી ક્વિમ્સી ડિસોઝા આજે જાપાનમાં રમાઈ રહેલી 20મી એશિયન ગેમ્સમાં કાંસ્ય ચંદ્રક માટે જાપાનની યુઇના સાકામોટો સામે રમશે.
ભારતીય નિશાનેબાજ ઇલાવેનિલ વાલારિવન, સોનમ મસ્કર અને વિધારસા વિનોદ મહિલા 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ભાગ લેશે. આ ત્રણેય ખેલાડીઓ વ્યક્તિગત અને ટીમ બંને ઇવેન્ટમાં ભાગ લેશે.
ભારતીય મહિલા હોકી ટીમ આજે તેમના પ્રથમ ગ્રુપ સ્ટેજ મેચમાં ઉઝબેકિસ્તાનનો સામનો કરશે. દરમિયાન પુરુષોની હોકી ટીમ તેમના પ્રથમ મેચમાં ઇન્ડોનેશિયાનો સામનો કરશે.
ટુર્નામેન્ટની મહિલા ક્રિકેટ સેમિફાઇનલ આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. આ નોકઆઉટ મેચ ભારતીય સમય મુજબ સવારે સાડા દસ વાગ્યે શરૂ થશે.