રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઇ જવાની શક્યતાના પગલે મુખ્યમંત્રી આજે ડેમ ખાતે નર્મદાના પાણીના વધામણા કરશે. હાલમાં નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવવાથી નવ સેન્ટિમિટર બાકી છે. ત્યારે ઉપરવાસમાંથી પાણીની આવકના પગલે સાંજે ચાર વાગ્યાની આસપાસ ડેમ સંપૂર્ણ ભરાઇ જાય તેવી શક્યતા છે.
ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે અને હાલમાં ડેમમાં 138.59 મીટર જળ સપાટી છે. વરસાદની ઘટ વચ્ચે સરદાર સરોવર નર્મદા ડેમ ભરાઇ જતાં રાજ્ય માટે રાહતના સમાચાર છે.