જામનગર જિલ્લાના કાલાવડમાંથી મોટા પ્રમાણમાં નકલી અને શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. 1200 લીટર શંકાસ્પદ નકલી દૂધ, 75 કિલો નકલી ઘી, 75 કિલો દૂધ બનાવવાનો પાઉડર જપ્ત કરાયો છે.
ફૂડ સેફ્ટી વિભાગે સ્થળ પર જ દૂધના જરૂરી સેમ્પલ લઈને બાકીના તમામ શંકાસ્પદ જથ્થાનો નાશ કર્યો હતો અને સ્થળને સીલ કરી દીધું છે. દૂધના વેપારી કાનજી ઉર્ફે કાનો માલાણી સામે FSSA એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનુ DYSP પિયુષ વાંદાએ જણાવ્યુ હતું.