રાજ્ય સરકારના પ્રયાસોથી સાગબારા- ઉમરપાડામાં જમીન ખેડાણ વિવાદનું નિવારણ થયું છે. આ અંગે માહિતી આપતાં વન, પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ કહ્યું હતું કે FRA કાયદા
હેઠળના પડતર દાવાઓનો ઝડપી નિકાલ કરી સાચા હકદારોને ન્યાય અપાશે.
તેમણે વધુ વિગતોઆપતાં કહ્યુ હતુ કે વનબંધુઓ માટે રોજગારી અને 'કુસુમ યોજના' હેઠળ તમામ વ્યવસ્થા સુનિશ્ચિત
કરવા સરકાર કટિબદ્ધ છે.
જળ સંપત્તિ પાણી, પુરવઠા રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ, વન, પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવિણ માળી અને સાંસદ મનસુખ વસાવાના હસ્તે આદિવાસી ખેડૂતોના ઉપવાસના પારણા કરાવાયાં હતાં.