સપ્ટેમ્બર 16, 2026 7:09 પી એમ(PM)

printer

ગાંધીનગરમાં રિલાયન્સ કપ સિનિયર મૅન્સ ઇન્ટર-ડિસ્ટ્રીક્ટ ફૂટબૉલ સ્પર્ધાની ક્વાલિફાયર મેચમાં મહેસાણા, સુરત અને ભરૂચનો વિજય

ગાંધીનગરમાં આજથી રિલાયન્સ કપ સિનિયર મૅન્સ ઇન્ટર-ડિસ્ટ્રીક્ટ ફૂટબૉલ સ્પર્ધાના લીગ સ્ટેજના ક્વાલિફાયર રાઉન્ડનો પ્રારંભ થયો. આજે ક્વાલિફાયરની પહેલી મેચમાં મહેસાણાના પ્રાંજલ, લૂભિત સૂર્ય, સૂરજ, અખિલ અને મોહિત કુમારે એક-એક ગૉલ કરી અમરેલીની ટીમને પાંચ-બેથી પરાજય આપ્યો. જ્યારે બીજી મેચમાં સુરતની ટીમે શેખ મોહમ્મદ સોએબના બે ગૉલ, એસ્તેફાક શેખ અને શેખ મોહમ્મદ હનીફના એક-એક ગૉલની મદદથી ખેડાની ટીમને ચાર-શૂન્યથી મ્હાત આપી. જ્યારે ત્રીજી મેચમાં ભરૂચે બોટાદની ટીમને 15-શૂન્યથી હરાવી.

હવે, આવતીકાલે અમરેલી અને અરવલ્લી વચ્ચે, ખેડા અને સુરેન્દ્રનગર વચ્ચે અને ભરૂચની ટીમ અને ગીર સોમનાથ વચ્ચે મેચ રમાશે.

આ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન A.I.F.F.ની પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ સંતોષ ટ્રૉફી માટેની ગુજરાતની ટીમના કૅમ્પ માટેના ખેલાડીઓની પસંદગી પણ કરાશે.