સપ્ટેમ્બર 17, 2026 2:08 પી એમ(PM)

printer

જન્મ અને મૃત્યુ નોંધણી (સુધારા) અધિનિયમ 1લી ઓક્ટોબરથી અમલમાં આવશે

જન્મ અને મૃત્યુ નોંધણી (સુધારા) અધિનિયમ 1લી ઓક્ટોબરથી અમલમાં આવશે.

સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરાયેલ જન્મ અને મૃત્યુ નોંધણી (સુધારા) બિલ, 2026, ગયા મહિને રાષ્ટ્રપતિની સંમતિ મેળવ્યા પછી કાયદો બન્યો છે. આ કાયદાનો ઉદ્દેશ્ય જન્મ અને મૃત્યુ નોંધણીમાં વિલંબ અટકાવવા અને સમયસર નોંધણીને પ્રોત્સાહન આપવાનો છે.

આ કાયદામાં એવી જોગવાઈ છે કે જો કોઈ જન્મ કે મૃત્યુની જાણ રજિસ્ટ્રારને એક વર્ષ કરતાં વધુ સમય બાદ  પરંતુ બે વર્ષની અંદર કરવામાં આવે, તો તે જિલ્લા મેજિસ્ટ્રેટ, સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અથવા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની મંજૂરીથી જ નોંધણી કરાવી શકાશે. જો કોઈ જન્મ કે મૃત્યુની જાણ રજિસ્ટ્રારને બે વર્ષ કરતાં વધુ સમય બાદ  કરવામાં આવે, તો  ફક્ત પ્રથમ વર્ગના ન્યાયિક મેજિસ્ટ્રેટના આદેશ પર જ નોંધણી કરાવી શકાશે. આ કાયદામાં નિયુક્ત અધિકારીએ વિલંબિત નોંધણી કરતાં પહેલા તે જન્મ કે મૃત્યુની સત્યતા ચકાસવા પણ જણાવાયું છે.