ઓગસ્ટ 29, 2026 2:22 પી એમ(PM)

printer

આજે રાષ્ટ્રીય રમત દિવસ – ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને રમતગમત મંત્રીએ હોકીના દિગ્ગજ મેજર ધ્યાનચંદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

દેશભરમાં આજે રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી થઈ રહી છે. દર વર્ષે 29 ઓગસ્ટના રોજ મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે આ દિવસની ઉજવણી થાય છે.

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ભારતીય હોકીના દિગ્ગજ મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ અર્પી.

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને કહ્યું કે દૃઢ નિશ્ચય, શિસ્ત અને શ્રેષ્ઠતાની ભાવના એ ભારતની રમત સંસ્કૃતિના મુખ્ય લક્ષણો છે. તેમણે રાષ્ટ્રીય રમત દિવસની શુભેચ્છાઓ પણ પાઠવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે ભારતીય હોકીની મહાન પ્રતિભાઓમાંના એક તરીકે, મેજર ધ્યાનચંદ પેઢીઓને પ્રેરણા આપતા રહે છે. તેમણે તમામ રમતપ્રેમીઓને શુભેચ્છાઓ પાઠવી.

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં મેજર ધ્યાનચંદને પુષ્પાંજલિ અર્પણ કરી.તેમણે જણાવ્યું કે ફિટ ઇન્ડિયા ચળવળને આગળ વધારવા દેશભરમાં ‘એક ઘંટા ખેલ કે મેદાન મેં’ કાર્યક્રમો ચાલી રહ્યા છે.