સપ્ટેમ્બર 9, 2026 11:22 એ એમ (AM)

printer

આપણી આંગણવાડી આપણી જવાબદારી' થીમ સાથે આજથી 8 ઓક્ટોબર સુધી 9મા ‘રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી.

'આપણી આંગણવાડી આપણી જવાબદારી' થીમ સાથે આજથી 8 ઓક્ટોબર સુધી ૯મા ‘રાષ્ટ્રીય પોષણ માસ’નો પ્રારંભ થશે. રાજ્યના વિવિધ જિલ્લાઓ અને દેશભરમા આ જન આંદોલન એક મહિનો ચાલશે.

આ અભિયાનનો મુખ્ય હેતુ નાના બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓના પોષણ સ્તરમાં સુધારો લાવવાનો છે. પોષણ માસ દરમિયાન આંગણવાડીમાં આહારની વિવિધતા અને પર્યાપ્ત પ્રોટીન, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત માતાના સ્વાસ્થ્ય માટે રોકડ સહાય સહિતના કાર્યક્રમો હાથ ધરાશે.

આ જન અભિયાનમાં પોષણક્ષમ સ્વાસ્થ્યપ્રદ આહાર અને જીવન શૈલી અંતર્ગત વિવિધ જનજાગૃતિનાં કાર્યક્રમો હાથ ધરશે.