ઓગસ્ટ 29, 2026 10:13 એ એમ (AM)

printer

રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ UGC નેટના 84 વિષયોના પરિણામો જાહેર કર્યા

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની રાષ્ટ્રીય પાત્રતા પરીક્ષા UGC નેટના 84 વિષયોના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.

રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ જાહેરાત કરી છે કે આ વર્ષે જૂનમાં લેવાયેલી
અંગ્રેજી, વાણિજ્ય અને સમાજશાસ્ત્રની પરીક્ષાઓ ફરીથી લેવામાં આવશે.
નિષ્ણાત સમિતિને પ્રશ્નપત્રોમાં તથ્ય, ટાઇપિંગ, અનુવાદ અને ભાષાની ભૂલો મળી આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

16 ઓગસ્ટના રોજ સમાજશાસ્ત્ર, વાણિજ્ય અને અંગ્રેજી વિષયોની આન્સર કી જાહેર થયા બાદ જાહેરાત કરવામાં આવી હતી કે આ વર્ષે સપ્ટેમ્બરમાં ત્રણેય પરીક્ષાઓ ફરીથી લેવામાં આવશે.

ફરીથી પરીક્ષાઓ 9 અને 10 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે. ઉમેદવારોએ આ માટે કોઈ વધારાની ફી ચૂકવવાની રહેશે નહીં.