રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે કાપડ ક્ષેત્ર માત્ર ભારતના સાંસ્કૃતિક વારસાનો એક મહત્વપૂર્ણ ભાગ નથી પણ લાખો લોકોને આજીવિકા પણ પૂરી પાડે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT) ના દીક્ષાંત સમારોહને સંબોધતા, રાષ્ટ્રપતિએ NIFT ના વિદ્યાર્થીઓને દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને મૂલ્યોના મૂળમાં રહીને વૈશ્વિક દૃષ્ટિકોણ અપનાવવા હાકલ કરી.
આ પ્રસંગે દેશભરના 18 NIFT કેમ્પસના સ્નાતક વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિએ ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શન બદલ સ્નાતક વિદ્યાર્થીઓ, તેમના માતાપિતા અને પુરસ્કાર વિજેતાઓને અભિનંદન પાઠવ્યા.