ઓગસ્ટ 28, 2026 2:06 પી એમ(PM)

printer

સમગ્ર દેશમાં રક્ષાબંધનની સ્નેહસભર ઉજવણી થઇ રહી છે

દેશભરમાં આજે ભાઈ-બહેનના પ્રેમનું પવિત્ર પર્વ રક્ષાબંધન હર્સોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યું છે.આ પ્રસંગે, બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે અને તેમની સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે. ભાઈઓ તેમની બહેનોનું રક્ષણ કરવાનો સંકલ્પ લે છે અને તેમને ભેટ આપે છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ રક્ષાબંધન નિમિત્તે લોકોને શુભેચ્છાઓ પાઠવી છે.
સોશિયલ મીડિયા પરના પોતાના સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે રક્ષાબંધનની પવિત્ર પરંપરા પ્રાચીન સમયથી ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાઓનો અભિન્ન ભાગ રહી છે. તેમણે કહ્યું કે આ તહેવાર ભાઈ-બહેનો, મિત્રો, પરિવારો અને સમાજના વિવિધ વર્ગોમાં સ્નેહ, આદર અને પરસ્પર જવાબદારીની લાગણીઓને મજબૂત બનાવે છે.
ઉપરાષ્ટ્રપતિ, શ્રી રાધાકૃષ્ણને દરેકને સુખ, શાંતિ અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી કે પ્રેમ, સ્નેહ અને પરસ્પર વિશ્વાસનું બંધન હંમેશા મજબૂત અને અતૂટ રહે તેવી કામના કરી.