સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે કોલંબોમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન બંને નેતાઓએ સાંસ્કૃતિક, અને દરિયાઈ સહભાગીતાની ભાવના સાથે સહિયારા પ્રયાસો દ્વારા લોકકલ્યાણ માટે અવિરતપણે કામગીરી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી સિંહે જણાવ્યું હતું કે બંને દેશોએ પ્રદેશની સલામતી, સુરક્ષા, શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે સંયુક્ત રીતે કામ કરવાનો પણ પુનરોચ્ચાર કર્યો છે.
Site Admin | સપ્ટેમ્બર 9, 2026 2:43 પી એમ(PM)
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરીઃ દ્વિપક્ષિય સંબંધોને વધુ આગળ લઇ જવા ચર્ચા.