સપ્ટેમ્બર 10, 2026 1:41 પી એમ(PM)

printer

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જાપાન વાયુસેનાના ફાઇટર જેટના સમાવેશને ભારત-જાપાન સંરક્ષણ ભાગીદારીમાં એક સીમાચિહ્નરૂપ ગણાવ્યું.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જાપાન વાયુસેનાના ફાઇટર જેટના સમાવેશને ભારત-જાપાન સંરક્ષણ ભાગીદારીમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યું. એક સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી સિંહે કહ્યું કે તે બંને દેશો વચ્ચે વધતા વિશ્વાસ અને ભારત-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા પ્રત્યેની તેમની સહિયારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું કે, ગયા મહિને નવી દિલ્હીમાં તેમના જાપાની સમકક્ષ શિંજીરો કોઈઝુમી સાથે ફળદાયી ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે વીર ગાર્ડિયન કવાયત જેવી પરસ્પર મુલાકાતો આ તાલમેલને વધુ મજબૂત બનાવે છે.