વીજચોરીને ડામવા ઓક્ટોમ્બર મહિના દરમિયાન 19 થી 23 ઓક્ટોબર દરમિયાન તપાસ અભિયાન શરૂ કરાયું હતું. અનુસંધાને રાજકોટ શહેર વર્તુળ કચેરી હેઠળના વિસ્તારોમાં પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ 114 જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી.
આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક વગેરે મળીને કુલ બે હજાર 356 જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી 200 વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ 152.72 લાખનો દંડ વસૂલાયો હતો.
આગામી દિવસોમાં ચેકિંગની આ ઝુંબેશને વધુ વ્યાપક અને ગતિશીલ બનાવાશે તેવું વીજતંત્રના સૂત્રોએ જણાવ્યું છે.