નવેમ્બર 9, 2026 9:34 એ એમ (AM)

printer

રાજકોટમાં તોલમાપમાં ગેરરીતિ આચરતાં 45 એકમો સામે કાર્યવાહી કરવામાં આવી

રાજકોટમાં કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા તહેવારો દરમિયાન ગ્રાહકો સાથે થતી છેતરપિંડી રોકવા વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ. જેમાં મીઠાઈ, ફરસાણ અને સુકા મેવાના વેપારી એકમો પર તપાસ હાથ ધરીને ગેરરીતિ આચરતા 45 વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી.

તપાસમાં વજનમાં જથ્થો ઓછો આપવો, વજનકાંટાની સમયસર ચકાસણી ન કરાવવી જેવા નિયમોના ભંગ બદલ 35 એકમો સામે કાર્યવાહી કરી ફી વસૂલવામાં આવી હતી.