નવેમ્બર 9, 2026 9:43 એ એમ (AM)

printer

અમદાવાદ સિવિલના બાળ રોગ વિભાગના તબીબોએ અત્યંત જટિલ શસ્ત્રક્રિયા કરીને બે બાળકીઓને નવજીવન આપ્યું

અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળ સર્જરી વિભાગના કુશળ તબીબોએ વધુ બે અત્યંત જટિલ કેસોમાં સફળ સર્જરી પાર પાડીને બે બાળકીઓના જીવ બચાવ્યા છે. બાળકો દ્વારા રમતાં-રમતાં કે અજાણતાં ગળી ગયેલી વસ્તુઓ સમયસર બહાર ન નીકળે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે, ત્યારે સિવિલ હોસ્પિટલના તબીબોની ત્વરિત અને યોગ્ય સમયસરની કામગીરીથી બંને બાળકીઓનો જીવ ઉગારી લેવાતાં બે પરિવારમાં દિવાળીમાં ખુશીઓ પાછી આવી હોવાનું અમદાવાદ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. રાકેશ જોશીએ કહ્યું હતું.