નવેમ્બર 9, 2026 9:17 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદમાં એક હજાર 24 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ નવા વર્ષની ઉજવણી અમદાવાદમાં પરિવાર અને કાર્યકર્તાઓ સાથે કરવાના છે ત્યારે આજે જ અમદાવાદ ખાતે 1024 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને આવાસ યોજનાના મકાનોનો ડ્રો કરશે. સરખેજ ગાંધીનગર હાઇવે પર નવનિર્મિત ચાર કિલોમીટર લાંબા ફ્લાય ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવશે. રાણીપ ડી માર્ટ સામેના પ્લોટમાં તેઓ દ્વારા જાહેર સભાને સંબોધન પણ કરવામાં આવશે
 
શ્રી અમિત શાહ દ્વારા તેમના મતવિસ્તાર ગાંધીનગર લોકસભામાં 1,024 કરોડનાં કુલ 30 વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ વિકાસકાર્યોમાં મુખ્યત્વે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઉસિંગ પ્રોજેક્ટ, વોટર પ્રોજેક્ટ સહિતનાં શહેરીજનોની સુવિધાઓને લગતા વિવિધ કામોનો સમાવેશ થાય છે. 
 
સૌ પ્રથમ તેઓ સરખેજ ગાંધીનગર હાઇવે પર ઇસ્કોનથી સાણંદ સુધીના ચાર કિલોમીટર લાંબા ઓવરબ્રિજનું સવારે 10:30 વાગે ઉદ્ઘાટન કરશે ત્યારબાદ જોધપુર ખાતે નવનિર્મિત નોલેજ હબનું પણ ઉદઘાટન કરશે. 
 
ગોતા ખાતે અર્બન હેલ્થ સેન્ટર નું લોકાર્પણ કરશે અને વાડજ ખાતે રામાપીરના ટેકરામાં આવાસ યોજનાના મકાનોમાં મુલાકાત લેશે આ મુલાકાત બાદ રાણીપ ખાતે જાહેર કાર્યક્રમ કરશે જેમાં આવાસ યોજનાના મકાનોનો ડ્રો પણ કરશે.
 
સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.