આજે સમગ્ર દેશમાં ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણી થવા જઈ રહી છે. જે અન્વયે રાજકોટ જિલ્લાકક્ષાનો મુખ્ય કાર્યક્રમ બેડી એ.પી.એમ.સી. ખાતે યોજાશે. આ સાથે જિલ્લામાં કુલ 73 સ્થળોએ આ કાર્યક્રમ યોજાશે. આ અવસરે રાજકોટ જિલ્લાના આશરે 1.95 લાખ ખેડૂતોના બેંક ખાતામાં પી.એમ. સન્માન નિધિના 24મા હપ્તા પેટે આશરે 39 કરોડ રૂપિયાની રકમ સીધી ડી.બી.ટી. (DBT) દ્વારા જમા થશે.
રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશે ગઇકાલે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજીને આ કાર્યક્રમોની તૈયારીઓની સમીક્ષા કરી હતી.