પુરુષ ક્રિકકેટમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20 શ્રેણીની ચોથી મેચ આજે ઓકલેન્ડના ઇડન પાર્ક ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે સાડા બાર વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમે શ્રેણીમાં 3-0થી લીડ મેળવી છે.
ભારતીય ટીમે અત્યાર સુધી આ મેદાન પર રમાયેલી બધી ટી20 મેચ જીતી છે. ન્યુઝીલેન્ડ ચોથી મેચમાં વાપસી કરવા, જ્યારે ભારતીય ટીમ તેની જીતનો સિલસિલો જાળવી રાખવા મેદાનમાં ઉતરશે.