ગીર પછી હવે બરડા વન્યજીવ અભયારણ્ય એશિયાઈ સિંહોનું નવું સરનામું બન્યું છે. વન વિભાગ અને સરકારના અથાગ પ્રયત્નો બાદ બરડા અભયારણ્યમાં સિંહોની સંખ્યા 17 થઈ છે.
તાજેતરના સંશોધન અનુસાર, બરડાની ખડકાળ ટેકરીઓ, ઘાસિયા મેદાનો, પર્યાપ્ત શિકાર અને અનુકૂળ આબોહવા સિંહોના લાંબા ગાળાના અસ્તિત્વ અને સ્થાયી વસવાટ માટે શ્રેષ્ઠ પુરવાર થયા છે. બરડાના જંગલમાં સિંહની સંખ્યા વધતાં અહીંના પ્રાણી પ્રેમીઓમાં આનદ વ્યાપ્યો છે.
બરડામાં ઈકો-ટૂરિઝમમાં વધારો થયો છે. પ્રવાસીઓની સંખ્યામાં 48 ટકાનો વધારો નોંધાતા બરડાના લોકો માટે નેચર ગાઈડ અને સફારી ઓપરેટર તરીકે રોજગારની નવી તકો સર્જાઈ. સિંહો પર નજર રાખવા વન વિભાગ દ્વારા 8 પૂર્ણકાલીન સિંહ ટ્રેકર્સને તૈનાત કરાયા છે.