સુપર સ્પેશિયાલિટી અભ્યાસક્રમો માટે રાષ્ટ્રીય પાત્રતા-કમ-પ્રવેશ પરીક્ષા NEET-SS 2026 આ વર્ષે 11 અને 12 ડિસેમ્બરે લેવાશે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સે જણાવ્યું કે આ પરીક્ષા દેશભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર કમ્પ્યુટર-આધારિત CBT મોડમાં લેવામાં આવશે.
આ વર્ષે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 નવેમ્બર છે. વધુ વિગતો બોર્ડની સત્તાવાર વેબસાઇટ, https://natboard.edu.in પર ઉપલબ્ધ છે.