કેન્દ્રીય મત્સોદ્યોગ મંત્રી રાજીવરંજન સિંહે કહ્યું, વર્ષ 2014માં દેશમાં માછલીઓનું ઉત્પાદન 95.7 લાખ ટન હતું, જે વર્ષ 2024-25માં વધીને 197.75 લાખ ટન સુધી પહોંચ્યું છે. ગાંધીનગરમાં મત્સ્યપાલન મંત્રાલય દ્વારા ડીપ શી – માછીમારોને પ્રોત્સાહન આપવા તથા ઍક્સેસ પાસ ધરાવતા માછીમારો સાથે સંવાદ કરવા યોજાયેલી રાષ્ટ્રીયકક્ષાની કાર્યશાળાના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા શ્રી સિંહે આ વાત કહી. તેમણે માછીમારોની આવક વધારવા પર પણ ભાર આપ્યો. સાથે જ કેન્દ્રીય મંત્રીએ માછીમારોને મત્સ્યઉદ્યોગ અને જળચરઉછેર માળખાગત વિકાસ ભંડોળ F.I.D.F. હેઠળ મળતી આર્થિક સહાયનો લાભ લેવા પણ અપીલ કરી.
Site Admin | સપ્ટેમ્બર 17, 2026 7:22 પી એમ(PM)
કેન્દ્રીય મત્સોદ્યોગ મંત્રી રાજીવરંજન સિંહે કહ્યું, વર્ષ 2024-25માં દેશમાં માછલીઓનું ઉત્પાદન વધીને 197.75 લાખ ટન થયું