રાજસ્થાન સરકારે રાજ્યના દુષ્કાળગ્રસ્ત વિસ્તારો માટે 9 હજાર 321 કરોડ રૂપિયાના ખાસ રાહત પેકેજની જાહેરાત કરી છે. જયપુરમાં રાહત પ્રયાસો અંગેની સમીક્ષા બેઠક દરમિયાન, ગઇકાલે મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતો અને પશુધન માટે પીવાનું પાણી, સિંચાઈ અને પૂરતા પ્રમાણમાં ઘાસચારાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો.
મુખ્યમંત્રીએ વિવિધ સરકારી યોજનાઓ દ્વારા ઘાસચારા ડેપો ખોલવા અને રોજગારની તકો પૂરી પાડવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. તેમણે અધિકારીઓને ખરીફ પાકોને થયેલા નુકસાનનો સર્વે કરવા અને અસરગ્રસ્ત ખેડૂતોને રાહત આપવા માટે જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યો.
ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના 15 જિલ્લાઓમાં 87 તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. આમાંથી 73 તાલુકાઓને ગંભીર દુષ્કાળગ્રસ્ત તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે, જ્યારે 14 તાલુકાઓને મધ્યમ દુષ્કાળગ્રસ્ત તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે.