ઓગસ્ટ 8, 2026 11:00 એ એમ (AM)

printer

ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનંધાએ અમેરિકામા યોજાયેલી રેપિડ અને બ્લિટ્ઝ ચેમ્પિયનશિપ જીતી

ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનંધાએ અમેરિકાના સેન્ટ લુઇસમાં યોજાયેલી રેપિડ અને બ્લિટ્ઝ ચેમ્પિયનશિપ જીતી લીધી છે. 20 વર્ષીય પ્રજ્ઞાનંધાએ 23.5 પોઈન્ટ મેળવીને એક રાઉન્ડ પહેલા જ પોતાનો વિજય નિશ્ચિત કર્યો હતો. ઉઝબેકિસ્તાનના જાવોખિર સિંદારોવ બીજા સ્થાને અને અમેરિકાના વેસ્લી સો ત્રીજા સ્થાને રહ્યા હતા. આ જીત સાથે પ્રજ્ઞાનંધ ગ્રાન્ડ ચેસ ટૂર રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયા છે