સપ્ટેમ્બર 2, 2026 2:06 પી એમ(PM)

printer

પંજાબમાં પરાળ બાળવાની સમસ્યાના ઉકેલ માટે ઉચ્ચસ્તરીય બેઠક

પંજાબ સરકારે રાજ્યમાં ડાંગરના પરાળને બાળવા પર વધુ નિયંત્રણ લાવવા અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે ડિજિટલ અને મલ્ટીમીડિયા વ્યૂહરચના દ્વારા સમર્થિત બહુ-સ્તરીય માહિતી અને જાગૃતિ અભિયાનને વધુ ઝડપી બનાવવાનું આહ્વાન કર્યું છે. સંબંધિત અધિકારીઓને NGO, સામાજિક કાર્યકરો, પંચાયતો અને ખેડૂતોની સક્રિય ભાગીદારી સાથે ગામડાઓ અને બ્લોકમાં આ અભિયાનને છેવાડા સુધી લઈ જવાનો નિર્દેશ આપ્યો છે.

ડાંગરના પરાળ વ્યવસ્થાપન વ્યૂહરચના પર ગઈકાલે એક બેઠકની અધ્યક્ષતા કરતા, મુખ્યમંત્રી ભગવંત સિંહ માને જણાવ્યું હતું કે સરકારના સતત પ્રયાસોથી 2023 થી 2025 સુધીમાં ડાંગરનુ પરાળ સળગાવવાની ઘટનાઓમાં 86% ઘટાડો થયો છે.