સપ્ટેમ્બર 24, 2026 9:50 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વડનગરથી વારાણસી સુધીની સેવા યાત્રાના સહભાગીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંવાદ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વડનગરથી વારાણસી સુધીની સેવા યાત્રાના સહભાગીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંવાદ કર્યો. સંવાદ  દરમિયાન સેવા યાત્રીઓએ પ્રધાનમંત્રી સાથે તેમના અનુભવો શેર કર્યા.

આ યાત્રાનો ઉદ્દેશ્ય યુવા ભાગીદારી અને જાહેર સેવાને વિવિધ ક્ષેત્રોના લોકો સાથે જોડવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આ સેવા યાત્રા 17 સપ્ટેમ્બરના રોજ શરૂ થઈ હતી અને જે વ્યાપક સેવા સંકલ્પ અભિયાનનો એક ભાગ છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 17 સપ્ટેમ્બરના રોજ વડનગરથી સેવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડનગરથી વારાણસી સુધીની બાઇક યાત્રાને પણ લીલી ઝંડી આપવામાં આવી હતી.