સપ્ટેમ્બર 24, 2026 10:17 એ એમ (AM)

printer

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આજે અમદાવાદમાં મુખ્યમંત્રીના હસ્તે 583 કરોડ કરતાં વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત આજે અમદાવાદમાં 583.85 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ, ખાતમુહૂર્ત અને નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્ર એનાયત કરશે.

મુખ્યમંત્રી 279.80 કરોડના ખર્ચે નિર્મિત વાડજ જંકશન – ફોર લેન ફ્લાયઓવર બ્રિજ, વેજલપુર – ફોર લેન રેલવે ઓવરબ્રિજ અને થલતેજમાં
329 EWS આવાસોના સહિતના 6 વિકાસકામોનું લોકાર્પણ કરશે. આ સાથે 304 કરોડના ખર્ચે વિવિધ વિસ્તારોમાં 6 કામના ખાતમુહૂર્ત પણ કરાશે.

આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે સહાયક ટેકનિકલ સુપરવાઇઝર અને જુનિયર ક્લાર્કને નિમણૂક પત્ર એનાયત કરાશે.