સપ્ટેમ્બર 24, 2026 10:16 એ એમ (AM)

printer

DRIએ સરહદ સુરક્ષા દળ BSF સાથે મળીને બાંગ્લાદેશથી દાણચોરી કરીને લાવવામાં આવેલું 17 કરોડ રૂપિયાનું 12 કિલોગ્રામ સોનું જપ્ત કર્યું

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ DRIએ સરહદ સુરક્ષા દળ BSF સાથે મળીને બાંગ્લાદેશથી દાણચોરી કરીને લાવવામાં આવેલું 12 કિલોગ્રામ સોનું જપ્ત કર્યું છે. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત-બાંગ્લાદેશ સરહદ પર સોનાની દાણચોરીને રોકવા માટે અનેક મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે બિહાર અને બંગાળ વચ્ચેની બાંગ્લાદેશ સરહદ પર આશરે 17 કરોડ રૂપિયાનું 12 કિલોગ્રામ વિદેશી સોનું જપ્ત કરવામાં આવ્યું છે.

બીજી ઘટનામાં BSF જવાનોએ પશ્ચિમ બંગાળના હાટખોલા ગામમાં ભારત-બાંગ્લાદેશ સરહદ નજીક વિદેશી મૂળનું લગભગ 1 કિલો 16 ગ્રામ દાણચોરી કરીને લાવેલું સોનું જપ્ત કર્યું.