રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઈદ-એ-મિલાદ-ઉન-નબીની પૂર્વ સંધ્યાએ લોકોને શુભેચ્છા પાઠવી હતી. રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં કહ્યું કે, ઈદ-એ-મિલાદ-ઉન-નબીએ પયગંબર મુહમ્મદના ઉપદેશોને યાદ કરવાનો પ્રસંગ છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, પયગંબર સાહેબના ઉપદેશો નાગરિકોને ન્યાયી આચરણ અને ફરજના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપે છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે પયગંબર મુહમ્મદના ઉમદા આદર્શો નાગરિકોને સમાવિષ્ટ અને વિકસિત દેશ બનાવવા માટે સક્રિયપણે યોગદાન આપવા માટે પ્રેરણા આપે છે.રાષ્ટ્રપતિએ ઓણમની પૂર્વ સંધ્યાએ લોકોને શુભેચ્છાઓ પણ પાઠવી, રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં કહ્યું કે, ઓણમએ નવી લણણીના આગમન પર પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પ્રસંગ છે.