દેશ અને સમગ્ર વિશ્વમાં ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે પ્રકાશનો તહેવાર દીપાવલી ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવોએ દેશના નાગરિકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી તેમના સંદેશમાં કહ્યું કે આ તહેવાર નકારાત્મકતા પર સદ્ગુણની જીતનું પ્રતીક છે અને દુઃખનો અંત અને આનંદી અને સમૃદ્ધ જીવનની શરૂઆતનું પ્રતીક છે. તેમણે દરેક નાગરિકના સારા સ્વાસ્થ્યની પણ શુભેચ્છા પાઠવી છે.
ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણએ સોશિયલ મીડિયા પર કહ્યું કે દિવાળી અંધકાર પર પ્રકાશ, અનિષ્ટ પર સારા અને અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે. આશા વ્યક્ત કરી કે આ દિવાળી દરેક ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવશે અને સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સશસ્ત્ર દળોના બહાદુર જવાનો સાથે દિવાળી ઉજવવાની તેમની પરંપરા ચાલુ રાખશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ તહેવાર અંધકાર સામેના સંકલ્પનું પ્રતીક છે.